Tuesday, July 24, 2018

પ્રેમ નો કોલલેટર

મારા પ્રેમ નો તને call letter  આવ્યો છે,
તારા દિલનું તું verification કરી જા.
વિશ્ર્વાસ ન તોડવાની Job ની તને ઓફર મળે છે,
મૌન ની સહી કરી મે તને મંજૂરી આપી છે.
જો તને મંજુર હોય.......
તો મુલાકાત ની Meeting કરી જા,
અને જો તને મંજુર ના હોય.......
તો 'નાજુક' શબ્દોની સહી કરી અને રાજીનામુ આપી જા.
Vegda Urvisha (Najuk)

Friday, July 20, 2018

સંગાથી

સંગાથી
છે એવી સુંદરતા તારી આંખો માં,
જાણે મદીરા પીધી મે સુરાલય માં.
જામ ચડ્યો એવો તારી સંગાથ માં,
જાણે શાયરી મળી છે મહેફિલ માં.
છે એવી ભવ્યતા તારી ચાહત માં,
જાણે સંગાથી મળ્યો મને જીંદગી માં.
Vegda Urvisha. (Najuk)

Thursday, July 19, 2018

ચાંદ
છુપાયેલી લાગણીઓ જે હવે બાર નીકળી છે.
દોષ શું અમારો નજર તમારી કાતિલ નીકળી છે.
એમ તો અમારી આંખો પણ નશીલી નીકળી છે,
પણ તમારી સુરાલયની મદિરા જેવી નીકળી છે.
નશો ન હતો એવો કોઇ જે મને ચડી શકે,
પણ તમારો નશો એ તો મારી આદત નીકળી છે.
ચાંદની કહે તે ચાંદ ચોર્યો તુ ચોર નીકળી છે,
શું કહુ એને ચોરેલો ચાંદ 'નાજુક'ની જીંદગી નીકળી છે.
Vegda Urvisha (Najuk)
દીકરી
 મેઘનો મલ્હાર થૈ’ને આવ દીકરી,
આંગણે શણગાર થૈ’ને આવ દીકરી.
મોરનો નીનાદ થૈ’ને આવ દીકરી,
પાંદડે પમરાટ થૈ’ને આવ દીકરી.
વ્હાલનો ભંડાર થૈ’ને આવ દીકરી,
આલમે ઇતિહાસ થૈ’ને આવ દીકરી.
આંખનો વિશ્વાસ થૈ’ને આવ દીકરી,
પ્રલયે ઘડનાર થૈ’ને આવ દીકરી.
જ્ઞાનનો વારીધિ થૈ’ને આવ દીકરી,
લોચને અરમાન થૈ’ને આવ દીકરી.
Vegda Urvisha (Najuk )