Friday, April 12, 2019

માધવરાયનુ માધવપુર

શ્રીકૃષ્ણના પગલે પગલે ન જાણે કેટલીયે લીલાઓ સંકળાયેલી છે. સૌરાષ્ટ્રમાં એવી અનેક જગ્યાઓ છે જયાં કનૈયાની લીલાઓને વર્ણવતી અને એમના ઉપસ્થિત હોવાની અનુભૂતિ કરાવે છે. આવા તમામ સ્થળોની સાથે સાથે કૃષ્ણની વાતો ક્ષણે ક્ષણે વણાયા કરી છે. મોહનની મોરલીની યાદ અપાવતુ આવું જ એક સ્થળ એટલે 'માધવપુર'. પોરબંદરથી સોમનાથ જતા કોસ્ટલ હાઇવે પર માધવપુર શોભી રહ્યુ છે. તો આવો જોઈએ માધવપુરની એક નાનકડી ઝલક


માધવપુર.......શબ્દ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આ સ્થળનો સબંધ નકકી કૃષ્ણ સાથે હોવો જોઈએ. હા, એવુ જ છે.  અહી પૌરાણિક મંદિરો, કુંડ, વાવ,  તીર્થો અને પાડ્યાઓ આવેલા છે, જે કોઇને કોઇ રીતે કૃષ્ણ એટલે કે અહીના માધવપ્રભુ સાથે જોડાયેલા છે. અહી શ્રી ભગવાન માધવરાયનુ સુંદર ધામ આવેલુ છે. માધવપ્રભુનું મંદિર હોવાથી આ ગામ માધવપુર તરીકે ઓળખાય છે.


કહેવાય છે કે હજારો વર્ષો પહેલા આ મંદિર દરિયામાંથી નીકળી આવેલુ જેમા ભગવાન માધવરાય અને શ્રી ત્રીકમરાયની મૂર્તિ બિરાજમાન હતી. આજે આ મૂર્તિઓને બદલી દેવામા આવી છે અને તેનું સ્થાન બાજુની હવેલીમા કરવામા આવ્યુ છે.

                                  "મધુવન"


માધવપુરમાં નંદનવન સમાન આ મધુવન આવેલુ છે. અહીની લોકમાન્યતા પ્રમાણે ભગવાન શ્રી માધવરાય અને રુક્ષ્મણીના વિવાહ અહી થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીનુ હરણ કરીને અહી લાવ્યા હતા અને પછી અહીં તેમના વિવાહ થયા હતા.

અહીં દરવર્ષે રામનવમીએ મેળો ભરાય છે. જેમા માધવ રુક્ષ્મણીના વિવાહ ધામધૂમથી ઉજવવામા આવે
મેળો યોજાતા વિસ્તારને રાહીતળ તરીકે ઓળખવામા આવે છે. આ મેળાનો આનંદ લેવા લોકો ઠેકઠેકાણે થી આવે છે. સૌ પ્રથમ અહીં હોળીના પડવે ભગવાન માધવપ્રભુની કંકોત્રી લખવામાં આવે છે અને સૌને સામૂહિક આમંત્રણ આપવામાં આવે છે. ચૈત્ર મહીનાની  નોમના દિવસથી મેળો ચાલુ થાય છે અને તેરસના દિવસે પુરો થાય છે; નોમના દિવસે સાંજે ઠાકોરજીનું ફુલેકું કાઢવામાં આવે છે.
                     'તીર્થરાજ કદંબકુંડ'

                  આ કુંડ મધુવનમાં વચ્ચેના ભાગમાં આવેલો છે. કહેવાયછે કે માધવરાયજીએ આ કુંડનું સ્થાપન કર્યુ હતું. મધુવનની વચ્ચે સર્વોત્તમ તીર્થની સરખામણીએ ત્રણેય લોકમાં આવું બીજું એક પણ તીર્થ નથી. કહેવાય છે કે રુક્ષ્મણીની કૃપા સિવાય આ કુંડમા સ્નાન કરવા ખુદ દેવો પણ સક્ષમ ન હતા. આ કુંડમાં વિધિ પ્રમાણે સ્નાન કરવાથી સાત ગોત્ર અને એકસોએક કૂળનો ઉધ્ધાર થાય છે.
                   અહીં બીજા ઘણા પવિત્ર તીર્થો છે ચોરીમાયરા, રુક્ષ્મણી મઠ,  પંચેશ્ર્વર મહાદેવના અખંડ ધૂણો, મધુઆશ્રમ, ગોપકુંડ.


મેળો યોજાતા વિસ્તારને રાહીતળ તરીકે ઓળખવામા આવે છે. આ મેળાનો આનંદ લેવા લોકો ઠેકઠેકાણે થી આવે છે. સૌ પ્રથમ અહીં હોળીના પડવે ભગવાન માધવપ્રભુની કંકોત્રી લખવામાં આવે છે અને સૌને સામૂહિક આમંત્રણ આપવામાં આવે છે. ચૈત્ર મહીનાની  નોમના દિવસથી મેળો ચાલુ થાય છે અને તેરસના દિવસે પુરો થાય છે; નોમના દિવસે સાંજે ઠાકોરજીનું ફુલેકું કાઢવામાં આવે છે.

                   

સૌના આકર્ષકનુ કેન્દ્ર છે આ વિશાળ દરિયા
કિનારો. મીઠું સંગીત છે આના ઘુઘવતા અવાજ માં  છે. સમગ્ર ઘેડની સુંદરતા છે આ દરિયો. આ દરિયાની મજા માણવા ઠેકઠેકાણે થી આવે છે લોકો માધવરાય ના માધવપુર માં.

Sunday, February 10, 2019

વસંત

ફૂલે આપ્યુ એક નાનકડુ સ્મિત.
અને ડાળીએ ડાળીએ વસંત ખીલ્યુ.
તન એનુ તરબોળ થૈ ગયુ,
અને મન એનુ મહેકી ઉઠયુ.
ખબર નહી પવનને શું ન ગમ્યુ,
કે વન મા એને તુફાન મચાવ્યુ.
ફૂલ ડાળીએ થી ખરી પડ્યુ,
અને વસંત પછી પાનખર થૈ ગયુ.

Saturday, January 12, 2019

જો જવાબદારી નિભાવી ન શકો તો જવાબદારી લેવી પણ નહિ

   "પોતાની જવાબદારી નિભાવી શકો તો જ કોઇ જવાબદારી લેવી"
         ભારત મહાન છે, પણ જેને મહાનતા આપવામાં આવે છે એ મહાન નથી.
         વાત પણ આજની છે અને અનુભવ પણ આજનો છે, દરરોજ ચા પીવાની આદત થી આજે પણ અમે ચાર ચા પીવા ગયા. ચા પી ને થોડીક વાર બેસવાની અમારી આદત છે. એ જ આદત પ્રમાણે અમે ચારે ચા પી ને ટેબલ એ બેઠા બેઠા વાતો કરતા હતા .  એવામાં મારી ફ્રેન્ડની નજર એક નાનકડી બાળકી ઉપર પડી, એ કેટલા વર્ષની હતી? એનુ નામ શું હતું? કોણ હતી એ ? કશી અમને ખબર નથી, બસ તે હજુ તો ચાલતા શીખી હશે એટલે અંદાજે એ કદાચ બે કે ત્રણ વર્ષની હશે. આ બાળકી રસ્તાની વચ્ચો વચ્ચ્ સાવ એકલી ફરતી હતી, જો કોઈ વાહન નીકળે તો આ બાળકી કચડાઈ પણ જાત. હજુ અમે એ બાળકી વિશે વિચારતા કે આ કોનુ બાળક છે ત્યાજ એક માણસ બાઇક લઇને નીકળ્યો,એ માણસમા થોડીક માનવતા હતી કે  એ માણસે એ બાળકીને લઇ અને સામેની દુકાને ખુરશી ઉપર બેસાડી અને દુકાન વાળાને સલાહ પણ કરી કે આ બાળકીને અહીંયા બેસવા દેજો હો અને પછી તે ભાઇ ત્યાંથી ચાલતા થૈ ગયા.
              એ માણસે તો ચાલો એની ફરજ બજાવી લીધી અને તે ત્યાંથી ચાલતા થૈ ગયા. હવે આ બાળકી એકલી હતી હવે શું કરવું .હવે એ બાળકીની જવાબદારી લેવાનો વારો અમારો હતો. અમે એ બાળકીને બિસ્કીટ આપ્યા કદાચ એ ખુબ ભુખી હતી એટલે એ ઘણા બિસ્કીટ ખાઇ ગઇ અને પાણી પણ પીધું. ઘણો સમય થયો પણ કોઈ એક પણ તેને ગોતતુ ગોતતુ ત્યા ન આવ્યુ,આજુબાજુની દુકાન વાળા પણ સારા હતા કે તેઓ પોતાની દુકાન બંધ કરીને એ બાળકીના લાગતા વળગતા ને ગોતવા ગયા. એક રીક્ષા વાળો ભાઇ અને તેમા બેસેલા બીજો એક ભાઇ પણ બધે એ બાળકીના લગતા વળગતા ને ગોતવા ગયા મારી બે ફ્રેન્ડ પણ આજુબાજુમા એ બાળકી ના લગતા વળગતા ને ગોતવા ગયા. હું અને મારી એક ફ્રેન્ડ તે નાનકડી બાળકી પાસે બેઠા. અમને હોસ્ટેલ માથી બહાર જવા માટે બે કલાક નો જ સમય આપવામા આવે અમારી આ બે કલાક પુરી થઇ ગઇ હતી છતા પણ હજુ એ બાળકીને લેવા કોઈ આવ્યુ નહી આજુબાજુ વાળા અને અમે હજુ પણ એના માતાપિતા ની શોધમા હતા,  અમારા ચાર સીવાય ત્યા કોઈ સ્ત્રી કે કોઈ છોકરી હતી નહી હવે શું કરવુ ?આ છોકરી ને છોડી ને જવુ કેમ કારણ કે અમારા માટે જવાબદારી  એ એટલા માટે હતી કે એ એક છોકરી હતી, અને ભારતના વાસી ઓ આપને તો એ ખુબ સારી રીતે ખબર છે કે ભારતમા એક સ્ત્રી કેટલી સુરક્ષીત છે તો આ તો એક નાનકડી છોકરી હતી. અમે ચારે એક છોકરી તરીકે તે છોકરીને છોડીને કયારેય જઇ ન શકીએ. આજુબાજુ વાળા ભલે ખુબ સારા હતા ઘણી કલાકોથી એ બાળકીના માતાપિતાને શોધતા પણ અમે ચારે એમ એ નાનકડી ફુલ જેવી છોકરીને અજાણ્યા પાસે છોડી ને ના જઇ શકીએ એ બાળકી માટે તો અમે પણ અજાણ્યા જ હતા પણ એક છોકરી હોવાને નાતે એ બાળકી પાસે રહેવુ એ એક છોકરી તરીકે અમારી ફરજ હતી. સમય ઘણો થૈ ગયો પણ ન તો એને છોડી શકાય કે ન ત્યાંથી અમારાથી જઇ શકાય પછી યાદ આવ્યુ કે અહી સાવ સામેજ પંદર ડગલાં એ જ પોલીસ સ્ટેશન છે. ત્યા જાણ કરી દઇએ અમને એમ હતુ કે તે લોકો પોતાની જવાબદારી નીભાવશે કારણ કે તેઓતો દેશના જવાબદાર વ્યક્તિ કહેવાય છે. માટે મારી બે ફ્રેન્ડ તે બાળકી પાસે રહી અને અમે બે પોલીસ સ્ટેશને ગયા. મે કયારેય કોઇ પણ પોલીસ સ્ટેશને જોયુ ન હતુ. મારી લાઇફ મા પહેલી વાર હુ આજે પોલીસ સ્ટેશને ગઇ. ત્યા ઓફીસ મા એક પોલીસ પુરુષ  અને એક મહિલા હતા. મે એ મહિલા ને વાત કહેવાનુ પસંદ કર્યુ. મે અને મારી ફ્રેન્ડ એ એ બન્ને આ બાળકી વિશે જણાવ્યુ અમને એવુ હતુ કે એ લોકો થોડી ઘણી પુછપરછ કરશે પરંતુ તે પોલીસ પુરુષ એ તો એટલુ જ કહ્યુ કે જો કોઈ ન આવે તો એને અહીંયા મુકી જજો. અને પેલા મહિલા તો કશુ બોલ્યા જ નહિ. તેને તો એક સ્ત્રી હોવા ઉપર પણ શરમ આવવી જોઈએ. તે લોકો "પોલીસ" કહેવા માટે દેશના જવાબદાર વ્યક્તિ છે તો શું તેમની એટલી પણ ફરજ નથી બનતી કે તે લોકો કમસેકમ એ બાળકીને જોવા તો આવે અને કયા દુર હતું પોલીસ સ્ટેશન સામે જ તો હતુ. હવે તો આ બાળકીને પોલીસ સ્ટેશને મુકવા જેવુ પણ હતુ. એવી જગ્યાએ એ બાળકીને કેમ મુકવી જયા લોકોને પોતાની જવાબદારી ની કશી ભાન જ ન હોય. વિચારી લીધુ અમે કે હોસ્ટેલે મોડુ થાય અને ખીજાય તો ભલે ખીજાય પણ આ બાળકીને કોઈ ના પણ ભરોસે મુકી ને તો નહિ જ જઇએ. અમે બન્ને પોલીસ સ્ટેશને થી પાછા તે બાળકી પાસે ગયા. હજુ પણ તે બાળકીને લેવા કોઈ આવ્યુ નહિ અમે આઠ નવ લોકો હજુ એના માતાપિતાને શોધતા હતા અને આખરે પેલો રીક્ષા વાળો અને એમા બેસેલા ભાઇ એ બન્ને એ બાળકીના મમ્મી ને ગોતી આવ્યા અમને બધાને એક હાશકારો તો થયો કે એ બાળકીનુ કોઈક તો મળ્યુ એ સ્ત્રી જેવી આવી કે અમે બધા એ સ્ત્રીને ખીજાયા પણ બોલો એ સ્ત્રીનો જવાબ એ હતો કે હુ એને મુકીને દુધ લેવા ગઇ હતી અરે યાર આટલી નાનકડી બાળકીને મુકીને કોઈ જાય ખરુ એ લોકો કામ કરવા વાળા મજુર હતા આપણા વિસ્તાર મા એ લોકોને ગોધરીયા તરીકે સંબોધાય છે.
            એ બાળકી પેલી જવાબદારી દારી એના પરિવારની અને એની માતાની છે. ત્યાર બાદ વાત આવે છે કહેવાતા જવાબદાર વ્યક્તિ પોલીસની.હુ તો કવ છુ કોઈએ કોઈની જવાબદારી નિભાવી નહિ. તમારા હોદ્દા એ તો તમારી જવાબદારી ન નિભાવી પણ એક માણસ તરીકે તો તમે તમારી જવાબદારી નિભાવી શકતા કે નહિ.
   "જો કોઈ જવાબદારી નિભાવી ન શકો તો કોઈ જવાબદારી સ્વીકારવી પણ નહિ. "

    

Wednesday, December 26, 2018

"ઘેડ "ની ધરા.......

                         "ઘેડ"ની ધરા 
                     એમ તો આખી દુનિયા ફરવી ગમે અને નિત નવી હોટલોમાં જમવું ગમે, ન જોયેલા ફુવારાને જોઇને ફોટા પાડવાનું મન થાય, સ્વીમીંગ પુલમાં પડીને નાહવાનું મન થાય ને નીકળતા નીકળતા કહેવાનું પણ મન થાય કે પુરા થૈ ગયા ભૈ ખીસ્સા ખાલી થૈ ગયા. હાલો પાછા આપણા ઠેકાણે.
                        એમ તો અમદાવાદ પણ ફરવું ગમે અને પેરીસ નું પણ ફરાય, વિચારીને જવાબ દેજો કયારેય "ઘેડ"માં આવ્યા છો,? કયારેય "ઘેડ"માં આવવાનું મન થયું છે? જોયું છે કયારેય મારા માધવરાય નું "માધવપુર" આવો લઇ જાવ આજે તમને મારી ઘેડની ધરા માં. કયારેક વિમાનની ઉંચી ઉડાન છોડીને મારા આ ઘેડના રસ્તામાં પગપાળા હાલજો એવું લાગશે જાણે કે માઁ ધરતી તમારાજ પગલાની રાહ જોતી હતી, અને એ ધરતીની ધુળ ડમરી બનીને તમારું સ્વાગત કરશે. તમારા મોંઘા એ સ્વીમીંગ પુલને છોડીને કયારેક મારા ગામની ખોદાયેલી એ ખાણમાં ભરાઈ ગયેલા પાણી મા નાવા આવજો છેક તળીયે પડેલું પાણી પણ અનેરો આનંદ આપશે. તમારી એ મોંઘી હોટલના બીલ છોડીને કયારેક મારા ઘેડનો બાજરીનો રોટલો ખાવા આવજો, અંતર નો અદભુત ઓડકાર અપાવશે એવી તાકાત છે મારી ઘેડની ધરામાં. લહેર મારતા એ દરિયાના મોજા સાચા ફુવારા છે. કયારેક આવજો મારા માધવરાયનો માંડવોને જાદવ કુળની જાન જોવા. આવજો મારા માધવરાય ના માધવપુર માં.
Urvisha G Vegda
"Najuk"

Tuesday, August 7, 2018

યાદ


હિંચકી ન અપાવે એ યાદ શું કામની.
યાદ મા આંસુ ન આવે તો એ આંખ શું કામની.
લાગણી તો અહી બધા માટે હોય છે,
સામા મળે ને પાંપણ ન જુકે તો એ આશિકી શુ કામની. 
રાહગીર થી ભરેલા રસ્તામા ઘણા મળશે,
પણ જીવનભર સાથ ન આપે તો એ કેળી શુ કામની.
" Najuk"

Tuesday, July 24, 2018

પ્રેમ નો કોલલેટર

મારા પ્રેમ નો તને call letter  આવ્યો છે,
તારા દિલનું તું verification કરી જા.
વિશ્ર્વાસ ન તોડવાની Job ની તને ઓફર મળે છે,
મૌન ની સહી કરી મે તને મંજૂરી આપી છે.
જો તને મંજુર હોય.......
તો મુલાકાત ની Meeting કરી જા,
અને જો તને મંજુર ના હોય.......
તો 'નાજુક' શબ્દોની સહી કરી અને રાજીનામુ આપી જા.
Vegda Urvisha (Najuk)

Friday, July 20, 2018

સંગાથી

સંગાથી
છે એવી સુંદરતા તારી આંખો માં,
જાણે મદીરા પીધી મે સુરાલય માં.
જામ ચડ્યો એવો તારી સંગાથ માં,
જાણે શાયરી મળી છે મહેફિલ માં.
છે એવી ભવ્યતા તારી ચાહત માં,
જાણે સંગાથી મળ્યો મને જીંદગી માં.
Vegda Urvisha. (Najuk)